પાલનપુર-સમી હાઈવે પર SMC પર હુમલો
પાલનપુર-સમી હાઈવે પર SMC પર હુમલો
Published on: 12th October, 2026

પાલનપુર-સમી હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કરતાં બુટલેગરોએ ફિલ્મી ઢબે પોલીસ પર દારૂની બોટલો ફેંકી હુમલો કર્યો. SMC ની ટીમે પીછો કરતાં બુટલેગરોએ કારને એસટી બસ સાથે અથડાવી દીધી અને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા. પોલીસે કારમાંથી ₹8.69 લાખનો વિદેશી દારૂ અને ₹25 લાખની ફોર્ચ્યુનર કાર મળી કુલ ₹33.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. કાર પર ક્રેટાની બનાવટી નંબર પ્લેટ લગાવી હતી. મુકેશ જોગાજી ઠાકોર સહિત 7 સામે ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરાઈ છે.