જામજોધપુર પવનચક્કી કોપર વાયર ચોરીના ગુનામાં આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો.
જામજોધપુર પવનચક્કી કોપર વાયર ચોરીના ગુનામાં આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો.
Published on: 10th September, 2026

જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના કોપર વાયરની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર એલસીબીના પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો. પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તથા સબ ઈન્સ્પેક્ટર એમ.વી. ભાટીયાના સ્ટાફ દ્વારા શોધખોળ દરમિયાન ચોક્કસ બાતમી આધારે ગુરુદ્વારા ચોકડી પાસે તપાસ હાથ ધરાઈ. ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમો મુજબ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી અજય ધીરુભાઈ સોલંકી (ધોરાજી, રાજકોટ) મળી આવતા પોલીસે તેને શેઠવડાળા પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.