વડોદરાની ઐતિહાસિક પોળો પર નામ અને ઇતિહાસ દર્શાવતા બોર્ડ લગાવવાની રજૂઆત.
વડોદરાની ઐતિહાસિક પોળો પર નામ અને ઇતિહાસ દર્શાવતા બોર્ડ લગાવવાની રજૂઆત.
Published on: 10th September, 2026

વડોદરા શહેરના ઐતિહાસિક વારસાને સાચવી રાખવા અને નવી પેઢી તેમજ મુલાકાતીઓને પોળોના ઇતિહાસની જાણકારી આપવા માટે વોર્ડ નં.14ના નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. વોર્ડ 14માં ઘણી ઐતિહાસિક પોળો આવેલી છે, પરંતુ તેના નામ અને ઇતિહાસ દર્શાવતા બોર્ડ નથી. તેમણે વાડીની પાંચ પોળ, બાજવાડાની પોળ, સુલતાનપુરાની પોળ, નરસિંહજીની પોળ જેવી પોળો પર નામ સાથે ટૂંકો ઇતિહાસ લખેલા બોર્ડ લગાવવાની માંગ કરી છે, જે અમદાવાદની જેમ મુલાકાતીઓને શહેરના ઐતિહાસિક મહત્વની જાણકારી આપશે.