પંચમહાલમાં 'ભોપલી ગેંગ' સામે ગુજસીટોક, ગૌવંશ તસ્કરી રેકેટનો પર્દાફાશ
પંચમહાલમાં 'ભોપલી ગેંગ' સામે ગુજસીટોક, ગૌવંશ તસ્કરી રેકેટનો પર્દાફાશ
Published on: 16th June, 2026

પંચમહાલ જિલ્લામાં ગૌ-વંશની તસ્કરી, ગેરકાયદે હેરાફેરી અને કતલ જેવી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી 'ભોપલી ગેંગ' સામે પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GUJCTOC) કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરતાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી સહિત અન્ય સાગરીતોને પકડવા ટીમો સક્રિય કરાઈ છે. ગેંગ સામે 19 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. LCB પોલીસની તપાસ મુજબ, આ ગેંગના સભ્યો સામે ગૌ-વંશની ચોરી, ગેરકાયદે હેરાફેરી, કતલ તેમજ પોલીસ પર હુમલા જેવા કુલ 19 ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે.