અમદાવાદમાં રબારી કોલોની પાસે મોડી રાત્રે કાર BRTS રેલિંગ સાથે અથડાઈ
અમદાવાદમાં રબારી કોલોની પાસે મોડી રાત્રે કાર BRTS રેલિંગ સાથે અથડાઈ
Published on: 16th June, 2026

અમદાવાદ શહેરમાં બેફામ વાહન ચાલકોનો આતંક વધી રહ્યો છે. પૂર્વ અમદાવાદમાં રબારી કોલોની ચાર રસ્તા પાસે મોડી રાત્રે એક વૈભવી કાર સ્પીડ કંટ્રોલ ન થતાં BRTS ટ્રેકની લોખંડની મજબૂત રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રેલિંગના કટકા થઈ ગયા અને કારનો આગળનો ભાગ તેમાં ખૂંપી ગયો. રાત્રિના સમયે BRTS બસો બંધ હોવાથી મોટી હોનારત ટળી. કાર ચાલક સુરક્ષિત બહાર નીકળ્યો, પરંતુ કારને ભારે નુકસાન થયું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.