અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો, માથું ધડથી અલગ કરી શરીર ખાધું
અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો, માથું ધડથી અલગ કરી શરીર ખાધું
Published on: 16th June, 2026

અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહે પરપ્રાંતીય યુવક પ્રકાશ ચંદ્રનો જીવ લીધો. સિંહે યુવકનું આખું શરીર ખાઈ લીધું, માત્ર અડધું માથું અને પાંસળીના ટુકડા મળ્યા. ઉત્તરાખંડના વતની પ્રકાશ ચંદ્ર એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને વતન જઈ રહ્યો હતો ત્યારે આ ભયાનક ઘટના બની. સ્થાનિક લોકોમાં વનવિભાગ સામે રોષ છે અને સુરક્ષાના પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. વન વિભાગે નરભક્ષી સિંહને પકડી પાડ્યો છે.