નડિયાદ પોક્સો કોર્ટનો ચુકાદો: 15 વર્ષની સગીરાના અપહરણકર્તાને 4 વર્ષની સખત કેદ
નડિયાદ પોક્સો કોર્ટનો ચુકાદો: 15 વર્ષની સગીરાના અપહરણકર્તાને 4 વર્ષની સખત કેદ
Published on: 16th June, 2026

ખેડા જિલ્લાના ઠાસરામાં 15 વર્ષની સગીરાના અપહરણના કેસમાં નડિયાદ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈને આરોપી અક્ષયકુમારને 4 વર્ષની સખત કેદ અને ₹2,500નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ નહીં ભરે તો તેને વધારાની 2 માસની કેદની સજા ભોગવવી પડશે. ભોગ બનનાર સગીરાને સરકારના ઠરાવ મુજબ ₹50,000 વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો છે. આ કેસમાં 6 દસ્તાવેજી પુરાવા અને 14 સાક્ષીઓની જુબાની રજૂ કરાઈ હતી.