મેડિકલ પ્રવેશમાં 120+ શંકાસ્પદ ST પ્રમાણપત્રોનો મુદ્દો
મેડિકલ પ્રવેશમાં 120+ શંકાસ્પદ ST પ્રમાણપત્રોનો મુદ્દો
Published on: 10th October, 2026

ગુજરાતમાં મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026માં અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરી હેઠળ 120થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મામલો સામે આવ્યો છે. દાહોદના બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગને રજૂઆત કરી તમામ ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઈ બાદ જ પ્રવેશ આપવાની અને શંકાસ્પદ પ્રમાણપત્રો ધરાવતા 120થી વધુ ઉમેદવારોના પ્રમાણપત્રોની તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયા જાતિ પ્રમાણપત્ર કાયદો-2018 અને નિયમો-2020નો ભંગ કરે છે, જેનાથી ખરેખર આદિવાસી વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે. અગાઉ પણ આવા 25 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા હતા.