18 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને LCB પોલીસે દબોચ્યો.
18 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને LCB પોલીસે દબોચ્યો.
Published on: 21st March, 2026

અરવલ્લી LCB પોલીસે 18 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને મેઘરજ તાલુકાના ઉન્ડવા ચેક પોસ્ટથી ઝડપી પાડ્યો. ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં તે નાસતો ફરતો હતો. બાતમી મળતા LCB ટીમે કોર્ડન કરીને આરોપીને પકડ્યો, જેનું નામ પ્રભુલાલ વાદી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી.