મોબાઈલ ટાવરમાંથી રિમોટ યુનિટ ચોરીમાં મેરઠનો સૂત્રધાર અને બે સાગરીત ઇન્દોરથી ઝબ્બે
મોબાઈલ ટાવરમાંથી રિમોટ યુનિટ ચોરીમાં મેરઠનો સૂત્રધાર અને બે સાગરીત ઇન્દોરથી ઝબ્બે
Published on: 26th August, 2026

રાજકોટના શાપરમાં ઈન્ડસ ટાવરમાંથી રૂ.1.20 લાખના Nokia RRU યુનિટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મેરઠના મુખ્ય સૂત્રધાર અને જમ્મુના બે સાગરીતોને ઈન્દોરથી ઝડપી પાડ્યા છે. આ ગેંગ મોબાઈલ ટાવરમાંથી ચાલુ પાવર દરમિયાન વાયર કાપીને અત્યંત સંવેદનશીલ Nokia RRU યુનિટ ચોરી કરતી હતી. આ ચોરાયેલા ડિવાઇસ દિલ્હી મોકલી ત્યાંથી રશિયા સહિત વિદેશમાં મોકલવામાં આવતા હોવાનું કબૂલાત કરી છે. આ નેટવર્કમાં રાજકોટના મોબાઈલ ટાવરમાં નોકરી કરતા બે એન્જિનિયર પણ ટીપ આપતા હોવાનું સામે આવ્યું છે.