સુરેન્દ્રનગરના રામદેવનગરમાં પત્નીની હત્યા કરનાર ઝડપાયો‎
સુરેન્દ્રનગરના રામદેવનગરમાં પત્નીની હત્યા કરનાર ઝડપાયો‎
Published on: 07th September, 2026

સુરેન્દ્રનગરના રામદેવનગરમાં રહેતા આરોપી રાહુલ નાનજીભાઈ પારધીએ પત્ની દરખાસ્તબેન ઉર્ફે ગુલ્લુ સાથે ઉગ્ર માથાકૂટ બાદ ઉશ્કેરાઈને કપાળ, ગળા તેમજ શરીરના આંતરિક સંવેદનશીલ ભાગો પર બેહરમીપૂર્વક ગુપ્ત માર માર્યો હતો. હત્યા બાદ આરોપી રાહુલ પારધીને દબોચી લીધો હતો. પત્નીની હત્યા કરી રાહુલ બાઇક લઇને ભાગી છૂટયો હતો. ત્યારે શહેરમાં તેનું બાઇક સ્લીપ ખાઇ જતા તેને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ઇજા પામેલા રાહુલને 108 ઇમરજન્સી વાનમાં શ્રીમદ રાજચંદ્ર સર્વ મંગલ હોસ્પિટલ લઈ જવાયો હતો.