દારૂની હેરાફેરીનો નવો કિમીયો: ગીઝર અને ઇન્વર્ટર ખોલતા પોલીસ ચોંકી
દારૂની હેરાફેરીનો નવો કિમીયો: ગીઝર અને ઇન્વર્ટર ખોલતા પોલીસ ચોંકી
Published on: 11th August, 2026

અમદાવાદમાં બુટલેગરો દ્વારા પોલીસથી બચવા માટે અવનવા કિમીયા અપનાવવામાં આવી રહ્યા છે. સોલા પોલીસે બાતમીના આધારે એક કારમાંથી ગીઝર અને ઇન્વર્ટરમાં છુપાવીને લઈ જવાતો મોંઘો દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 1.33 લાખ રૂપિયાની કિંમતની 81 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. આરોપી મોહમ્મદ નાવેદ અંસારીએ પૂછપરછમાં ગોતા ખાતે આવેલા તેના ઘરે પણ દારૂ છુપાવવાની કબૂલાત કરી, જ્યાંથી વધુ દારૂ મળી આવ્યો. આ રીતે બુટલેગરો દારૂની હેરાફેરી માટે નવા મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી રહ્યા છે.