વડોદરાના ડેસરમાં ગેરકાયદે કતલખાનું ઝડપાયું
વડોદરાના ડેસરમાં ગેરકાયદે કતલખાનું ઝડપાયું
Published on: 10th October, 2026

વડોદરાના ડેસર તાલુકાના ઘાંચી ફળીયામાં એક મકાનમાં ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરવામાં આવતી હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી લગભગ 50 કિલો ગૌમાંસનો જથ્થો, છરા, છરીઓ, લાકડાના ટબ્બા અને વજન કાંટો સહિત કુલ રૂ. 12,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પશુ ચિકિત્સક દ્વારા તપાસ બાદ માંસ ગૌવંશનું હોવાનું proved થયું હતું. પોલીસે જાબીરભાઈ મહંમદ ભાઈ ઘાંચી (શેખ) ની સામે પશુ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.