પોપ્યુલર બિલ્ડર્સના દશરથ પટેલના જામીન ગુજરાત હાઇકોર્ટે ફગાવ્યા
પોપ્યુલર બિલ્ડર્સના દશરથ પટેલના જામીન ગુજરાત હાઇકોર્ટે ફગાવ્યા
Published on: 25th September, 2026

ગુજરાત હાઈકોર્ટે પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલના ભાઈ દશરથ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. દશરથ પટેલે પોતાના ભાઈ સાથે સમાનતા દર્શાવી જામીન માંગ્યા હતા, પણ કોર્ટે તેને ગ્રાહ્ય રાખ્યા નથી. આરોપી સામે બોગસ દસ્તાવેજો બનાવીને જમીન હડપવાના 9 પોલીસ ફરિયાદ નોંધાયેલી છે, જેમાં મોટાભાગના કેસ Land Grabbing ના છે. 4 વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપી અને ઉચ્ચ લાગવગ ધરાવતા હોવાથી તેમજ સાક્ષીઓ સાથે છેડછાડના પ્રયાસોને ધ્યાનમાં રાખી કોર્ટે તેમની 70 વર્ષની ઉંમરની દલીલ પણ ફગાવી દીધી છે.