જાહેર માર્ગ પર કચરો સળગાવાતા ફર્નિચરની દુકાન સીલ
જાહેર માર્ગ પર કચરો સળગાવાતા ફર્નિચરની દુકાન સીલ
Published on: 24th September, 2026

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની સેનેટરી શાખા દ્વારા વોર્ડ નં. ૪ અને ૬માં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી. વોર્ડ નં. ૪માં ખોડિયારનગર ખાતે ટાટા ફર્નિચર નામની દુકાનને જાહેર માર્ગ પર કચરો સળગાવવા બદલ સીલ કરાઈ, જેમાં વેપારી દ્વારા હોબાળો મચાવાયો હતો. વોર્ડ નં. ૬માં સાંઈદીપ પ્લાસ્ટિક, ગણેશ ડિસ્પોઝેબલ અને દિલીપ ગ્લાસ ટ્રેડર્સને પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ બદલ સીલ કરી ૩૫ હજારનો દંડ ફટકારાયો. ખોરાક શાખાએ પણ લાયસન્સ વગરના સ્ટોર સીલ કર્યા.