હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો.
હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો.
Published on: 21st May, 2026

ભાવનગર - આનંદનગર ત્રણ માળીયા ખાતે રહેતા યુવાનને પાંચ દિવસ પહેલા શખ્સ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની દાજ રાખી ચાર ઈસમો હેવમોર ચોકમાં ધસી જઈ યુવાન પર લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.