ગુજરાત FDCA દ્વારા બનાવટી ડેરી એનાલોગ્સ સામે મોટી કાર્યવાહી
ગુજરાત FDCA દ્વારા બનાવટી ડેરી એનાલોગ્સ સામે મોટી કાર્યવાહી
Published on: 08th August, 2026

રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો સામે FDCA દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. દૂધ, પનીર અને ચીઝના નામે વેચાતા બનાવટી 'ડેરી-એનાલોગ્સ' સામે સઘન તપાસ ઝુંબેશમાં 1705 કિલોગ્રામ હાનિકારક જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરાયો. 6 અને 7 ઓગસ્ટ, 2026 દરમિયાન રાજ્યભરમાં 842 પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ હતી. આમ, બે દિવસમાં રૂ. 5.28 લાખ કિંમતના બનાવટી જથ્થાને જપ્ત કરીને નાશ કરવાની મોટી કાર્યવાહી થઈ છે. આરોગ્ય મંત્રીએ ચેતવણી આપી છે કે, આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી થશે અને તપાસ ઝુંબેશ ચાલુ રહેશે.