રણોલી ટ્રાન્સપોર્ટ મેનેજરને ડ્રાઇવરની હત્યાની ધમકી
રણોલી ટ્રાન્સપોર્ટ મેનેજરને ડ્રાઇવરની હત્યાની ધમકી
Published on: 24th September, 2026

વડોદરાના રણોલીની ખેરા ટ્રાન્સપોર્ટ ઓફિસના મેનેજર રણવીરસિંહ રાઠોડને તેના જ ડ્રાઇવર ઇકબાલ નાહરખાન (રતલામ, એમપી) એ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મેનેજરના જણાવ્યા મુજબ, 39 દિવસ કામ કરનાર ડ્રાઇવર ઇકબાલને તેનો પૂરો પગાર આપવામાં આવ્યો હતો. પ્રથમ વખત 114 લીટર ડીઝલની ઘટ બાદ, બીજી વખત 83 લીટર ઘટ પડતાં શેઠે 8 હજાર વસૂલવાનું કહ્યું હતું. જ્યારે ઇકબાલ બાકી 2600 પગાર માંગતો હતો. આ બાબતે થયેલી વાતચીત દરમિયાન ઇબાલે ગાળો બોલી પરિવારને ખતમ કરવાની ધમકી આપી, જેના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.