ભાવનગરમાં દારૂ પીતા ઝડપાયેલા નાયબ મામલતદાર સસ્પેન્ડ.
ભાવનગરમાં દારૂ પીતા ઝડપાયેલા નાયબ મામલતદાર સસ્પેન્ડ.
Published on: 09th May, 2026

જાહેર સ્થળ પર બે વખત દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા ભાવનગરના નાયબ મામલતદાર મેહુલ ભટ્ટ સામે જિલ્લા કલેક્ટરે કડક પગલાં લીધા છે. ગુજરાત સેવા નિયમોનો ભંગ અને સરકારી ગરિમાને કલંક લગાડવા બદલ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી અન્ય સરકારી કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.