ફતેગંજ, સયાજીગંજ વિસ્તારમાં પોલીસની સઘન ચેકિંગ
ફતેગંજ, સયાજીગંજ વિસ્તારમાં પોલીસની સઘન ચેકિંગ
Published on: 09th August, 2026

વડોદરામાં કાફે-રેસ્ટોરન્ટમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને નશીલા પદાર્થોના સેવનની આશંકાએ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. સયાજીગંજનાં 3 કાફેમાં સીસીટીવી કેમેરા વિના કપલ બોક્સ ચાલતા હોવાનું જણાયું હતું, જે જાહેરનામાનો ભંગ છે. આ અંગે 3 સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કાફેમાં ગાંજો અને ડ્રગ્સ વેચાય છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે. અગાઉ આવા સ્થળોએ ગુનાહિત પ્રવૃત્તિઓના બનાવો બન્યા હોવાથી પોલીસે કડક કાર્યવાહી કરી છે.