જામનગરમાં ડુપ્લીકેટ દારૂ કાવતરાનો પર્દાફાશ
જામનગરમાં ડુપ્લીકેટ દારૂ કાવતરાનો પર્દાફાશ
Published on: 18th September, 2026

જામનગરમાં રસાયણ, કલર અને એસેન્સ મિક્સ કરીને ડુપ્લીકેટ દારૂ બનાવવાની તૈયારીનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે. મધુવન સોસાયટીમાં એક મકાનમાંથી ડુપ્લીકેટ દારૂ ભરવા માટેની ખાલી બોટલો, વિવિધ બ્રાન્ડના ઢાંકણા અને સ્ટીકર મળી આવ્યા હતા. તપાસમાં 1000 લિટર રસાયણ ગટરમાં ઢોળી દેવાયું અને 100 ખાલી બોટલો સળગાવી દેવાઈ હોવાનું બહાર આવ્યું છે. આ કાવતરામાં રાજસ્થાનના વિષ્ણુ ગુર્જર અને રિંકુસિંહ પરશુરામસિંહ કુશવાહાની ભૂમિકા પણ સામે આવી છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.