વડોદરામાં કૂતરા પર પ્લાસ્ટિક નાંખી પથ્થરોથી ઘાયલ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ
વડોદરામાં કૂતરા પર પ્લાસ્ટિક નાંખી પથ્થરોથી ઘાયલ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ
Published on: 26th August, 2026

ગોરવા વિસ્તારમાં જીવ હિંસાના એક બનાવમાં, પોલીસે સ્ટ્રીટ ડોગને નિર્દયી રીતે માર મારનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગોરવા હાઉસિંગ બોર્ડના વેપારી જિતેન્દ્રભાઇ સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ૨૩મીએ રાત્રે એક શખ્સ કૂતરા પર પ્લાસ્ટિક નાખી પથ્થરોથી મારતો હતો. તેમણે બૂમ પાડતાં હુમલાખોર ભાગી ગયો. ઇજાગ્રસ્ત કૂતરાને એનિમલ હોસ્પિટલ લઈ જતી વખતે તે ફરી આવ્યો, પણ પોલીસ બોલાવતાં ચાલ્યો ગયો.