પાણપુર પોલીસ ચોકી પાસે હોમગાર્ડ જવાન અને યુવક વચ્ચે ઘર્ષણ થતા મામલો ગરમાયો.
પાણપુર પોલીસ ચોકી પાસે હોમગાર્ડ જવાન અને યુવક વચ્ચે ઘર્ષણ થતા મામલો ગરમાયો.
Published on: 21st March, 2026

સાબરકાંઠાના હિંમતનગરના પાણપુર વિસ્તારમાં હોમગાર્ડ જવાન અને સ્થાનિક યુવક વચ્ચે ઘર્ષણ થયું. આ ઘટના બાદ પાણપુર પોલીસ ચોકીએ ટોળા ઉમટ્યા અને મામલો ગરમાયો હતો. DYSP સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડ્યા. પોલીસે શાંતિ જાળવવા માટે પેટ્રોલિંગ વધારી દીધું છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરશે.