છોટાઉદેપુરના બોડેલી જતું રેતી ભરેલું ટ્રેક્ટર ઝાડ સાથે અથડાઈ ઝાડ પર ચઢી ગયું
છોટાઉદેપુરના બોડેલી જતું રેતી ભરેલું ટ્રેક્ટર ઝાડ સાથે અથડાઈ ઝાડ પર ચઢી ગયું
Published on: 10th October, 2026

છોટાઉદેપુર જિલ્લાના પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો, જ્યાં રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક ઝાડ સાથે અથડાઈ ગયું. આ ઘટનામાં ટ્રેક્ટર ઝાડ પર ચઢતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. બોડેલી-છોટાઉદેપુર હાઇવે નંબર 56 પર બનેલા આ બનાવમાં ટ્રેક્ટર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના બની હતી. સદ્નસીબે, ચાલકનો આબાદ બચાવ થયો હતો અને ટ્રેક્ટરને સામાન્ય નુકસાન થયું હતું. આ અસામાન્ય ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.