ગાંધીનગરના સેક્ટર-7માં 3.89 લાખનું ચરસ અને મુદ્દામાલ જપ્ત.
ગાંધીનગરના સેક્ટર-7માં 3.89 લાખનું ચરસ અને મુદ્દામાલ જપ્ત.
Published on: 21st March, 2026

ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCBએ ચરસ વેચાણના Networkનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સેક્ટર-4/એ નજીકથી લાખોના ચરસ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી યુવા વર્ગને નશાની પડીકીઓ વેચતો હતો. તપાસમાં 1.5 કિલોગ્રામ ચરસ મળી આવ્યું, જેની કિંમત આશરે રૂ. 3,89,350 છે. થરાદનો મુખ્ય સપ્લાયર 'ભુરો' ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી વિરુદ્ધ NDPS Act હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.