ભાવનગરમાં કાર ડીલરને હનીટ્રેપમાં ફસાવી 3 લાખ પડાવી લેવાયા
ભાવનગરમાં કાર ડીલરને હનીટ્રેપમાં ફસાવી 3 લાખ પડાવી લેવાયા
Published on: 16th September, 2026

ભાવનગરના એક કાર ડીલરને ફેસબુક પર મિત્રતા કેળવી, સાળંગપુર ફરવા લઈ જઈ હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ હોવાની ઓળખ આપી, ડ્રગ્સ અને છોકરીને ભગાડી જતા હોવાની ધમકી આપી, તેમજ એનકાઉન્ટર કરવાની બીક બતાવી 8 લાખની માંગણી કરી. આખરે વેપારી પાસેથી 3 લાખ પડાવી લીધા. પોલીસે સુરત અને ફુલસરના આરોપીઓ, જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે, તેમને ઝડપી પાડ્યા છે. અન્ય આરોપીઓના નામ પણ ખુલ્યા છે.