જામનગર નજીક બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
જામનગર નજીક બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
Published on: 18th September, 2026

જામનગરના કનસુમરા પાટિયા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. મારુતિ સુઝુકી શોરૂમ સામે પુરઝડપે આવેલી બુલેટે બાઈકને પાછળથી ટક્કર મારતા વેપારી શાહરૂખ મકરાણી રોડ પર પટકાયા હતા. તેમને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ત્રણ દિવસની સારવાર બાદ તેમના ડાબા હાથનું ઓપરેશન કરવામાં આવ્યું. અકસ્માત બાદ બુલેટચાલક ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત વેપારીએ બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.