SMCના દરોડા બાદ બૂટલેગર ઈમરાન દરબાર ભૂગર્ભમાં
SMCના દરોડા બાદ બૂટલેગર ઈમરાન દરબાર ભૂગર્ભમાં
Published on: 09th August, 2026

વડોદરાના કરોડિયાના રમેશનગરમાં SMC દ્વારા વિદેશી દારૂના અડ્ડા પર દરોડો પાડી રૂ.4.60 લાખની દારૂની બોટલો જપ્ત કરાઈ. દરોડા બાદ બૂટલેગર ઈમરાન દરબાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસે તેના અને તેના પુત્ર તુફેલની શોધખોળ તેજ કરી છે. દારૂ ખરીદવા માટે કાર્ડ સ્વાઇપ મશીન અને યુપીઆઈ ક્યુઆર કોડ સ્કેનર પણ મળી આવ્યા હતા. બૂટલેગરોએ 5-6 વર્ષથી ઈમરાન સાથે ધંધો કરતા હોવાનું કબૂલ્યું છે. રફિકશા દિવાન અને સાહિલ રાજ દારૂનો જથ્થો આપવા આવતા હતા. 12 ઓરડીઓમાંથી પણ દારૂ મળ્યો હતો, જે ઈમરાનના પિતાની હોવાનું સામે આવ્યું.