પટનામાં ફાયરિંગ બાદ ખાન સરનો મોટો ખુલાસો
પટનામાં ફાયરિંગ બાદ ખાન સરનો મોટો ખુલાસો
Published on: 03rd June, 2026

બિહારના પટનામાં Khan Sirના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ અને પથ્થરમારાની ઘટના બની છે. અસામાજિક તત્વોએ અચાનક હુમલો કરીને પાંચથી છ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને પોસ્ટર-બેનર ફાડી નાખ્યા હતા. આ ઘટના બે કોચિંગ સેન્ટરો વચ્ચેના વર્ચસ્વના વિવાદને કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે CCTV ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની મદદથી તપાસ હાથ ધરી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.