સેકન્ડ હેન્ડ થાર ગાડી મામલે ભાણેજે મામા અને મિત્ર પર કર્યો હુમલો
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં સેકન્ડ હેન્ડ થાર ગાડીની માલિકી બાબતે થયેલા વિવાદમાં ભાણેજે મામા અને તેના મિત્ર પર લાકડીઓ અને મુક્કાઓથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે યુવકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી ગાડીની લેવડદેવડ અને નાણાકીય વિવાદના પાસાઓ પર તપાસ શરૂ કરી છે.
