અમદાવાદમાં રશિયામાં રહેતા ભાઈના નામે ફેસબુકથી સાયબર ફ્રોડ
અમદાવાદમાં રશિયામાં રહેતા ભાઈના નામે ફેસબુકથી સાયબર ફ્રોડ
Published on: 07th September, 2026

અમદાવાદના દસક્રોઈમાં ઉત્તર પ્રદેશના યુવક સાથે સાયબર ફ્રોડ થયો છે. રશિયામાં રહેતા તેના માસીના દીકરાના ફેસબુક આઈડી પરથી મેસેજ મોકલી, વિઝા રિન્યુઅલ અને જેલનો ડર બતાવી ઠગે 2.65 લાખ રૂપિયા પડાવી લીધા. છેતરપિંડી કરનારે વધુ 2.70 લાખ રૂપિયાની માંગણી કરતાં યુવકને શંકા ગઈ. તેણે રશિયામાં રહેતા તેના ભાઈનો સંપર્ક કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.