જન્મદિવસની પાર્ટીમાં મિત્રનો જીવલેણ હુમલો
જન્મદિવસની પાર્ટીમાં મિત્રનો જીવલેણ હુમલો
Published on: 07th September, 2026

અમદાવાદના દાણીલીમડામાં જન્મદિવસની ઉજવણી દરમિયાન કૃણાલ વાણીયા નામના યુવક પર તેના મિત્ર નીખિલ પરમારે છરી વડે જીવલેણ હુમલો કર્યો. ગંભીર રીતે ઘવાયેલા કૃણાલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પીડિતની માતા ગીતાબહેન વાણીયાએ દાણીલીમડા પોલીસ મથકે નીખિલ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. ઘરે પહોંચી લોહીલુહાણ પુત્રે માતાને જણાવ્યું કે, 'મમ્મી જો, નીખીલે મને છરી મારી દીધી.' પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.