અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન 14,000 પોલીસ, AI અને ડ્રોન દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર સુરક્ષા
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન 14,000 પોલીસ, AI અને ડ્રોન દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર સુરક્ષા
Published on: 10th October, 2026

અમદાવાદ શહેરમાં રવિવારથી શરૂ થતા નવરાત્રિ પર્વ નિમિત્તે સુરક્ષા અને વ્યવસ્થા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. શહેરમાં 84 ગરબા આયોજકો અને આશરે 1,300 શેરી ગરબા સ્થળોએ ખેલૈયાઓની સુરક્ષા માટે 14,000 પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા 500 ઉચ્ચ અધિકારીઓ મોનિટરિંગ કરશે. ગરબા ગ્રાઉન્ડ પર AI-બેઝ્ડ કેમેરા, ડ્રોન અને કાઉન્ટિંગ મશીન ફરજિયાત કરાયા છે, જ્યારે સમગ્ર શહેરમાં 4,000 કેમેરા દ્વારા નજર રખાશે. ટ્રાફિક નિયમન માટે 2,000થી વધુ પોલીસ કર્મીઓ અને 20થી વધુ ક્રેઈન કાર્યરત રહેશે.