30,000 ના રોકાણ પર 1 લાખ બતાવી 3.95 લાખની છેતરપિંડી
30,000 ના રોકાણ પર 1 લાખ બતાવી 3.95 લાખની છેતરપિંડી
Published on: 24th September, 2026

વડોદરામાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટના નામે વધુ એક યુવકે રૃ.૩.૪૫ લાખ ગુમાવ્યા છે. પદમલા ગામના કમલેશ પરમારે જણાવ્યું કે, કેપિટલ ફોરેક્સની જાહેરાત જોઈ અદિતિ નામની મહિલાના સંપર્કમાં આવ્યા. શરૂઆતમાં ૩૦,૦૦૦ ના રોકાણ પર એક લાખ મળ્યાનું કહેવાયું અને ૯૦૦ રૂપિયા ઉપાડવાની છૂટ મળી, જેનાથી વિશ્વાસ બેઠો. વધુ વળતરની લાલચ આપી પાંચ લાખ રોકવા કહેવાયું, જેના પગલે કુલ રૃ.૩.૯૫ લાખનું રોકાણ કર્યું. બાદમાં રકમ ઉપડી નહિ અને એકાઉન્ટ બ્લોક થતાં સાયબર સેલને જાણ કરી.