જામનગરમાં પરિણીતાને માનસિક ત્રાસ અને ઘરમાંથી કાઢી મૂકવા અંગે પતિ-સાસુ સામે ગુનો નોંધાયો
જામનગરમાં પરિણીતાને માનસિક ત્રાસ અને ઘરમાંથી કાઢી મૂકવા અંગે પતિ-સાસુ સામે ગુનો નોંધાયો
Published on: 11th October, 2026

જામનગરના ખોજાગેટ વિસ્તારમાં ૨૨ વર્ષીય પરિણીતા તમન્નાબેન સાહિલભાઈ ખફીએ પોતાના પતિ સાહિલ સલીમભાઈ ખફી અને સાસુ રૂકસાનાબેન સલીમભાઈ ખફી વિરુદ્ધ માનસિક ત્રાસ, ગાળો ભાંડવા અને ઘરમાંથી કાઢી મૂકવા અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. લગ્નના ત્રણ વર્ષ બાદ પતિ અને સાસુ દ્વારા નાની બાબતોમાં ઝઘડા કરી ત્રાસ અપાતા હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, પતિએ ઘરમાંથી કાઢી મૂકતાં પરિણીતાએ ફિનાઇલ પી લીધું હતું. પોલીસે કલમ 85, 352, 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.