જામનગરમાં જમાઈ સહિત ચાર શખ્સોએ 70 વર્ષીય વૃદ્ધ પર કર્યો જીવલેણ હુમલો
જામનગરમાં જમાઈ સહિત ચાર શખ્સોએ 70 વર્ષીય વૃદ્ધ પર કર્યો જીવલેણ હુમલો
Published on: 10th September, 2026

જામનગરના જામજોધપુરમાં દીકરીના છૂટાછેડા અને સમાધાનના મુદ્દે થયેલી બોલાચાલીમાં જમાઈ સહિત ચાર શખ્સોએ 70 વર્ષીય વૃદ્ધ જમનભાઈ કાનજીભાઈ ગામી પર જીવલેણ હુમલો કર્યો હતો. ફરિયાદી મુજબ, બનાવ સમયે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના જમાઈ રાજેશભાઈ ગોર, કીરીટભાઈ ગોર, નર્મદાબેન અને એક અજાણી મહિલા સહિત ચાર જણા આવ્યા હતા. વૃદ્ધે સમાધાનની વાત કરવાનો ઇનકાર કરતાં ચારેય ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વૃદ્ધને ઢીકાપાટુનો માર માર્યો હતો, જેમાં તેમના ડાબા ખભામાં ઈજા થઈ હતી.