જામનગરમાં 21 વર્ષીય યુવતીએ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગરમાં 21 વર્ષીય યુવતીએ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Published on: 10th September, 2026

જામનગર શહેરના એરફોર્સ રોડ સામે આવેલી ઇન્દિરા કોલોનીમાં રહેતી 21 વર્ષીય કાજલબેન ઠાકોરભાઈ સોલંકીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી. આ ઘટના તા. 9 સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે બની હતી. મૃતકના પિતા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સીટી-સી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.