ઊંઝાની ફેક્ટરીમાંથી 4898 કિલો રંગીન શંકાસ્પદ વરિયાળી જપ્ત
ઊંઝાની ફેક્ટરીમાંથી 4898 કિલો રંગીન શંકાસ્પદ વરિયાળી જપ્ત
Published on: 20th September, 2026

ઊંઝા તાલુકાના મક્તુપુર ખાતે ગણેશ ક્લિનિંગ ફેક્ટરીમાંથી જિલ્લા ફૂડ વિભાગ અને સીઆઇડી પોલીસે 4,898 કિલો રંગીન અને શંકાસ્પદ વરિયાળીનો જથ્થો ઝડપી પાડ્યો, જેની કિંમત આશરે રૂ. 2.44 લાખ છે. ફેક્ટરીમાં વરિયાળીને વધુ આકર્ષક બનાવવા માટે તેના પર સ્વાસ્થ્ય માટે હાનિકારક લીલો કલર ચડાવવામાં આવતો હતો. ફૂડ વિભાગે વરિયાળી અને કલરના નમૂના પરીક્ષણ માટે મોકલી આપ્યા છે અને સમગ્ર જથ્થો સીઝ કર્યો છે. ઊંઝામાં ભેળસેળયુક્ત મસાલા બનાવતી ફેક્ટરીઓ સામે આ કાર્યવાહી ચાલુ છે.