ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ
ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ
Published on: 30th May, 2026

ભાવનગર શહેર અને જિલ્લા માટે ગુરૃવારનો દિવસ લોહિયાળ રહ્યો હતો, એક જ દિવસમાં હત્યાના બે બનાવથી ચકચાર મચી છે. એકાદ વર્ષ પૂર્વે ઘોઘામાં થયેલી ભાઈની હત્યાનો બદલો લેવા શખ્સે એક્ટિવા પર જઈ રહેલા ત્રણ યુવકો પર કાર ચડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે બે યુવકોની ઈજા પહોંચી છે. બનાવ અંગે ઘોઘા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. બીજી તરફ શહેરના ચિત્રા બેંક કોલોનીમાં કૌટુંબિક ઝઘડામાં સસરાની હત્યા કરનાર જમાઈ સહિત ત્રણ સામે બોરતળવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.