બાળકોને ડિજિટલ દુનિયાથી દૂર, મેઘોત્સવમાં ભમરડો, લખોટી, સાયકલિંગ જેવી રમતો અને ઝુમ્બા ડાન્સ સાથે ફન એક્ટિવિટીઝ.
Published on: 27th July, 2025
નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર મેઘોત્સવનું આયોજન થયું, જેનો હેતુ બાળકોને મોબાઈલની ડિજિટલ દુનિયાથી દૂર આઉટડોર રમતો તરફ આકર્ષવાનો હતો. આ કાર્યક્રમમાં યોગા, Zumba, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ અને પરંપરાગત રમતો જેવી એક્ટિવિટીઝ બાળકોએ એન્જોય કરી.