અમેરિકન કોર્ટે 10 ટકા ટેરિફ પણ ગેરકાયદેસર ગણાવતા ટ્રમ્પને ઝાટકો.
અમેરિકન કોર્ટે 10 ટકા ટેરિફ પણ ગેરકાયદેસર ગણાવતા ટ્રમ્પને ઝાટકો.
Published on: 09th May, 2026

અમેરિકન પ્રમુખ ટ્રમ્પની બરોબરની માઠી દશા બેઠી છે. ઇરાન સામેના યુદ્ધમાં નામોશી પછી તેમણે હવે ટેરિફના મોરચે કોર્ટમાં પણ ફરીથી ફટકો  સહન કરવાનો આવ્યો છે. ગુરુવારે અમેરિકન કોર્ટે ટ્રમ્પે લગાવેલા ૧૦ ટકા વૈશ્વિક વેરાને ગેરકાયદેસર ગણાવી રદ કરી દીધો. કોર્ટે જણાવ્યું હતું કે ૧૯૭૦ના દશકાના વેપાર કાયદાનો હવાલો દઈને લગાવવામાં આવેલો વેરો તર્કસંગત નથી.