સુરતીઓની માતાજી પ્રત્યેની ભક્તિએ મંદિર નજીકના નાના વેપારીઓને આપ્યો આર્થિક લાભ
સુરતમાં નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શન માટે મંદિરોમાં ઉમટી પડેલી ભક્તોની ભીડને કારણે મંદિર નજીકના નાના વેપારીઓના ધંધામાં તેજી આવી છે. મંદી અને મોંઘવારી વચ્ચે, હાર-ફૂલ, શ્રીફળ, પ્રસાદ અને માતાજીના શણગાર જેવી ધાર્મિક વસ્તુઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કારણે અનેક વેપારીઓને બેથી અઢી મહિના જેટલી ઘરાકી મળી છે, જે દિવાળી પહેલાં આર્થિક રાહતરૂપ બની છે.
