અમદાવાદના રામોલ રોડ પર વચ્ચોવચ ઝાડ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રામોલ રોડ પર AMCની બેદરકારી સામે આવી છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા નવા ડામર રોડની વચ્ચોવચ વિશાળ નાળિયેરીનું ઝાડ હટાવવામાં આવ્યું નથી. વળાંક અને અંધારાને કારણે વાહનચાલકોને ઝાડ દેખાતું નથી, જેના લીધે અત્યાર સુધીમાં 3 અકસ્માત સર્જાયા છે. ટ્રાફિક પોલીસે AMCને પત્ર લખી ઝાડ હટાવવા જણાવ્યું છે.
