ભાવનગરમાં SMC ટીમ પર હુમલાના કેસમાં બુટલેગર લાલજી બારૈયાનું રિકન્સ્ટ્રક્શન
ભાવનગરના મહુવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર હુમલાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી બુટલેગર લાલજી બારૈયા સહિત ૭ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી લાલજી બારૈયાને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન, આરોપીએ પોલીસ અને જનતા સમક્ષ હાથ જોડી માફી માંગી હતી અને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી હતી.
