સાબરકાંઠાના તલોદ GIDCમાં પુષ્પક ઇન્ડિયા રબ્બર કંપનીમાં ભીષણ આગ
સાબરકાંઠાના તલોદ GIDCમાં આવેલી પુષ્પક ઇન્ડિયા નામની રબ્બર કંપનીમાં ભીષણ આગ લાગી હતી. રબ્બરના જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરની ફાયર ફાઇટર ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગનું કારણ અકબંધ છે અને પોલીસ તપાસ કરી રહી છે.
