રૂ. 399ની થાળી 99માં આપવાની જાહેરાત બાદ ગ્રાહકોનો હોબાળો
રાજકોટના કોટેચા ચોક સ્થિત કેકે હોટેલે રૂ. 399ની થાળી માત્ર રૂ. 99માં આપવાની જાહેરાત કરી ગ્રાહકોને આકર્ષ્યા. મોટી સંખ્યામાં પરિવારો હોટેલ પહોંચ્યા ત્યારે મેનેજરે આવી કોઈ ઓફર ન હોવાનું જણાવી ઇનકાર કર્યો. આનાથી ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો અને ખોટી જાહેરાત અંગેનો વીડિયો વાયરલ થયો.
