સુરતીઓનો ગરબા બાદ ફાફડા-જલેબીનો સ્વાદ માણવાનો અનોખો ઉત્સાહ
દશેરાની પૂર્વ રાત્રે સુરતમાં ગરબાની રમઝટ બાદ ખેલૈયાઓ ફાફડા-જલેબીની દુકાનો પર ઉમટી પડ્યા હતા. રાત્રે બે વાગ્યાથી જ ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરા સુરતીઓ માટે તહેવારનો અભિન્ન હિસ્સો બની ગઈ છે, જેના કારણે અનેક દુકાનો આખી રાત ધમધમતી રહી હતી.
