ઓટોરિક્ષા ભાડામાં રાજ્ય સરકાર દ્વારા નવા દરોની જાહેરાત
ઓટોરિક્ષા ભાડામાં રાજ્ય સરકાર દ્વારા નવા દરોની જાહેરાત
Published on: 08th August, 2026

રાજ્ય સરકારે ઓટોરિક્ષા મુસાફરો માટે નવા ભાડાના દરો જાહેર કર્યા છે. પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગે મોટર વ્હીકલ એક્ટ, ૧૯૮૮ હેઠળ નવી સૂચના બહાર પાડી છે, જે ૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી અમલમાં આવી છે. શહેર અને તેની સીમા સાથે જોડાયેલા વિસ્તારમાં પ્રથમ ૧.૨ કિલોમીટરનું લઘુત્તમ ભાડું હવે રૃા.૨૫ રહેશે, ત્યારબાદ દર ૨૦૦ મીટરે રૃા.૪ વસૂલવામાં આવશે. વેઇટિંગ ચાર્જ અને રાત્રિ સરચાર્જ અંગે પણ નવા નિયમો અમલમાં મૂકાયા છે.