સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો: શું છે કારણ?
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો: શું છે કારણ?
Published on: 08th August, 2026

આ અઠવાડિયે સોનાના ભાવમાં રૂ.6,000 અને ચાંદીના ભાવમાં રૂ.13,000નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ડોલર ઈન્ડેક્સ પર દબાણ અને ફુગાવો ઘટવાની શક્યતાને કારણે આ તેજી આવી છે. IBJA મુજબ 24 કેરેટ સોનાનો ભાવ 1,49,621 અને 22 કેરેટ સોનાનો ભાવ 1,37,053 સુધી પહોંચ્યો છે. 18 કેરેટ સોનાની કિંમત પણ વધી છે. ચાંદીનો ભાવ 2,31,381 પ્રતિ કિલો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભાવ વધ્યા છે. ક્રૂડ ઓઈલમાં નરમાઈ અને ડોલર ઈન્ડેક્સ નબળો પડવાને કારણે આ કિંમતી ધાતુઓમાં ઉછાળો આવ્યો છે.