જાહેર ક્ષેત્રની બૅન્કોના NPA ઐતિહાસિક નીચા સ્તરે
જાહેર ક્ષેત્રની બૅન્કોના NPA ઐતિહાસિક નીચા સ્તરે
Published on: 17th August, 2026

NPA એટલે 90 દિવસથી વધુ સમય સુધી વ્યાજ કે મુદ્દલ બાકી રહે તેવું લોન ખાતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે જાહેર ક્ષેત્રની બૅન્કોની સંપત્તિ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે અને તેમના Non-Performing Assets (NPAs) ઐતિહાસિક રીતે સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે. 31 માર્ચ 2026ના રોજ આ સ્થિતિ જોવા મળી હતી. આ સાથે FY 2025-26માં જાહેર ક્ષેત્રની બૅન્કનો કુલ નફો પણ ₹1.98 લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.